Showing posts with label disaster. Show all posts
Showing posts with label disaster. Show all posts

Tuesday, June 25, 2013

શંકરજી, અમે તે એવા કયા ગુના કીધા રે?


શંકરજી, અમે તે એવા કયા ગુના કીધા રે?
દર્શને તમારા આવ્યા હતા અમે સીધા રે.... શંકરજી અમે તે એવા કયા ગુના કીધા રે?

ભક્તો તમને પૂજે, ગુણ તમારા ગવાય
તોય તમારા ભક્તોને તમે તણાવી દીધા રે... શંકરજી અમે તે એવા કયા ગુના કીધા રે?

ચાર ધામ જાતરાનો મહિમા બહુ ગવાય
એ જાતરાએ કેમ કરીને આવશે બધા રે... શંકરજી અમે તે એવા કયા ગુના કીધા રે?

યાત્રા ધામમાં લૂટફાટ, માનવતા ખોવાય!
માનવને પશુ તમે કેમ બનાવી દીધા રે.... શંકરજી અમે તે એવા કયા ગુના કીધા રે?

ત્રીજું નેત્ર ખોલ્યું ને તાંડવ કર્યું કહેવાય
ભક્તો પર જ કેમ તમે આટલા ખિજાયા રે.... શંકરજી અમે તે એવા કયા ગુના કીધા રે?

ગંગાજીને ઝીલ્યા હતાં, જટા કેમ ખોલાય?
નાથ, તમે કેટલાને અનાથ બનાવ્યા રે... શંકરજી અમે તે એવા કયા ગુના કીધા રે?

રાવણને લંકા, રામને વનવાસ, કેવો ન્યાય?
અત્યાચારી રાક્ષસો પર જ તમે કેમ રિઝાતા રે... શંકરજી અમે તે એવા કયા ગુના કીધા રે?